Gujarati Video: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 18-19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ, દાહોદમાં રેડ એલર્ટ

| Edited By: | Updated on: Sep 16, 2023 | 11:33 PM

Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જેમા છોટા ઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે દાહોદમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 185 અને 19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

Rain Updates: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દાહોદમાં 12 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે

18, 19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાગી કરાઈ છે. કચ્છમાં સતત પાંચમાં દિવસે ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: Gujarati Video: દાહોદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી, આગામી 12 કલાક જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ

સુરત, ડાંગ, વાપી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. આજથી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સુરત, ડાંગ, વાપીમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો