Monsoon 2023: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અડધાથી સવા ઈંચ જેટલો ખાબક્યો, ખેડૂતોને રાહત સર્જાઈ, જુઓ Video

Monsoon 2023: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અડધાથી સવા ઈંચ જેટલો ખાબક્યો, ખેડૂતોને રાહત સર્જાઈ, જુઓ Video

| Updated on: Sep 16, 2023 | 10:50 PM

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શનિવારે નોંધાયો હતો. બપોર બાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બપોરે ચાર થી રાત્રીના 10 કલાક સુધીમાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. એકંદરે અડધા થી સવા ઈંચ જેટલો વરસાદ જિલ્લામાં તમામ 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 8 થી 10 કલાકના સમય દરમિયાન રાત્રે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video

પ્રાંતિજ વિસ્તારમાં મોડી સાંજ બાદ વરસાદને પગલે ભાંખરિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ સિવાય હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસાદ વરસ્યો હતો. પોશીનામાં 30 મીમી, તલોદમાં 29 મીમી, વિજયનગરમાં 25 મીમી, ઈડરમાં 23 મીમી, ખેડબ્રહ્માંમાં 22 મીમી, પ્રાંતિજમાં 17 મીમી અને વડાલીમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યુ હોવાનો આનંદ ખેડુતોમાં છવાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 16, 2023 10:46 PM
g clip-path="url(#clip0_868_265)">