Gujarati Video: GST અને વેટની આવકથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, 20 ટકા આવક વધી

|

May 01, 2023 | 11:04 PM

એપ્રિલ 2023માં GST પેટે સરકારને 6 હજાર 499 કરોડની આવક થઇ છે.જ્યારે એપ્રિલ 2023માં વેટ પેટે રાજ્ય સરકારને 3004 કરોડની આવક થઇ.. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2022-23માં GST પેટે રાજ્ય સરકારને 1 લાખ કરોડથી વધુની આવક થઇ હતી.

GST અને વેટની આવકથી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની તિજોરી છલકાઇ છે.GST અને વેટ પેટે રાજ્ય સરકારને ગત વર્ષ કરતા આ વર્ષે એપ્રિલ 2023માં 20 ટકાની આવક વધી છે.નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ માસમાં GST અને વેટની આવકમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે.GSTના અમલ બાદ સૌથી વધુ માસિક આવક એપ્રિલ 2023માં રૂપિયા 9 હજાર 503 કરોડની આવક નોંધાઇ છે..તો એપ્રિલ 2023માં GST પેટે સરકારને 6 હજાર 499 કરોડની આવક થઇ છે.જ્યારે એપ્રિલ 2023માં વેટ પેટે રાજ્ય સરકારને 3004 કરોડની આવક થઇ.. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2022-23માં GST પેટે રાજ્ય સરકારને 1 લાખ કરોડથી વધુની આવક થઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:48 pm, Mon, 1 May 23

Next Video