Gujarati Video: મહુવામાં PGVCLની ઘોર બેદરકારી, 3 બાળકોના મોત છતા ગાંધીબાગ રોડના ફુટપાથ પર આવેલા વીજળીના ફ્યુઝના બોક્સ ખુલ્લા
Bhavnagar: મહુવામાં PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની ભૂલના પાપે ત્રણ બાળકોના મોત નીપજ્યા હોવા છતા તંત્રની આંખ ખૂલતી નથી. ગાંધીબાગ રોડના ફુટપાથ પર હજારો લોકોની અવરજવર વચ્ચે વીજળીના ફ્યુઝના બોક્સ ખુલ્લી પડ્યા છે.
ભાવનગરના મહુવામાંથી PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. હજુ ત્રણ દિવસ પહેલા જ 3 બાળકના મોત થયા છતાં નઘરોળ તંત્રનું પેટનું પાણી હલતું નથી. શહેરના ગાંધીબાગ રોડના ફૂટપાથ પર હજારો લોકોની અવર જવર વચ્ચે વીજળીના ફ્યુઝના બોક્સ ખુલ્લા પડ્યા છે. દરરોજ અહીં હજારો લોકો અવર જવર કરે છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતુ નથી અને ફૂટપાથ પરનો મોતનો સામાન ધ્યાને આવતો નથી. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા લોકોએ PGVCLના કર્મચારીઓને માગ કરી હતી.
હજુ ત્રણ દિવસ પહેલા કાટકડા ગામની સીમમાં તંત્રની ભૂલના કારણે ત્રણ બાળકના મોત થયા હતા. છતાં તંત્રની આંખ ખૂલતી નથી અને નીંભર તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે હવે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. અહીં જવાબદાર તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. શું કોઈના મોત બાદ PGVCLના અધિકારીઓ જાગશે? હજારો લોકોની અવર જવર છે. છતાં કામગીરી નથી થઈ રહી.
આ પણ વાંચો: Bhavnagar: મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત
પીજીવીસીએલ દ્વારા સેફટી બાબતમાં અને સુવિધા બાબતમાં પૂરતું ધ્યાન તંત્રને સૂચના મુજબ કરવાનું હોય છે. પરંતુ અહીં તો મહુવાના માર્ગ ઉપર ખુલ્લા મોતનો સામાન છે. રોડ ઉપરથી પસાર થતા પબ્લિક અથવા તો અન્ય કોઈ પશુ અડી જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. કારણ કે ઉપરથી હેવી લાઈન પસાર થતી હોય છે. જેના ફ્યુઝ નીચેના બોક્સમાં મૂકવામાં આવ્યા છે તો સમગ્ર ઘટના બાબતે તંત્ર જાગશે ખરું તે પણ મોટો સવાલ છે.