Gujarati Video : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 10 ટકાએ લીધેલા નાણાના 70 લાખ ચુકવ્યા છતા પઠાણી ઉધરાણી કરનારા 2 સામે નોંધાઈ ફરિયાદ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.પીડિતે 10 ટકા વ્યાજે 70 લાખ ચુકવ્યા હતા. છતા વ્યાજખોરો પીડિત પાસે પઠાણી ઉધરાણી કરતા હતા. આરોપી ફરિયાદીને વારંવાર ધમકી આપતા અને માનસિક ત્રાસ આપી પઠાણી ઉધરાણી કરતા હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાતમાં પોલીસે વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી હતુ. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બની છે. ધ્રાંગધ્રામાં બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
પીડિતે 10 ટકા વ્યાજે 70 લાખ ચુકવ્યા હતા. છતા વ્યાજખોરો પીડિત પાસે પઠાણી ઉધરાણી કરતા હતા. આરોપી ફરિયાદીને વારંવાર ધમકી આપતા અને માનસિક ત્રાસ આપી પઠાણી ઉધરાણી કરતા હોવાનું સામે આવ્યુ છે. ભોગ બનનારે વ્યાજખોરો સામે ધાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ ફિનાઈલ પી લેતા તાત્કાલીક ધોરણે સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડાયો છે.
પોલીસ અધિકારીઓની તપાસના આદેશ આપ્યા
આ અગાઉ પણ બનાસકાંઠાના વડગામમાં પોલીસે વધુ બે વ્યાજખોરોને ઝડપ્યા હતા. પરેશ સોની અને દિલીપ સોની નામના વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ 39 જેટલી ફરિયાદ મળી ચૂકી હતી. પોલીસે વ્યાજખોરોના ઘરે સર્ચ કરી 100 કોરા ચેક, 48 પ્રોમિસરી નોટ, 11 નોટરી કરાર, 2 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ સાથે પોલીસે સહી-અંગુઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ તથા 10 લોકોની કોરા કાગળ પર સહીઓ પણ કબજે કરી હતી. હાલ તો પોલીસે બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.