Gujarati Video : ભાવનગરના સિહોરમાં ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર,રાજકોટ હાઇવે પર ફરી વળ્યા તળાવના પાણી

| Edited By: | Updated on: Jul 28, 2023 | 1:23 PM

ઉપરવાસમાં સારા વરસાદના (Rain)  કારણે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સિહોર પંથકના ખેડૂતોને ગોતમેશ્વર તળાવમાંથી પિયત માટે પાણી અપાય છે.

Bhavnagar : ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર ઉતરી છે. જેના પગલે ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ ગોતમેશ્વર તળાવ (Gotameswara Lake) ઓવરફ્લો થયુ છે. ઉપરવાસમાં સારા વરસાદના (Rain)  કારણે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સિહોર પંથકના ખેડૂતોને ગોતમેશ્વર તળાવમાંથી પિયત માટે પાણી અપાય છે. તળાવ ઓવરફ્લો થતા ભાવનગર-રાજકોટ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. તળાવના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો-Breaking News : મોબાઇલની ઇમ્પોર્ટ કરતુ ભારત આજે મોબાઇલ એક્સપોર્ટ કરતુ થયુ, ભારતમાં આજે 200 મેન્યુફેક્ચર યુનિટ-PM મોદી

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો