Gujarati Video : TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર, નવી શાળામાં પરીક્ષા પાસ કરેલા શિક્ષકોને લેવા આદેશ

|

May 16, 2023 | 7:40 AM

સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચાલુ વર્ષથી શરૂ થતી નવી શાળામાં TAT પાસ ઉમેદવારોને જ શિક્ષક તરીકે ભરતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અને જ્ઞાન શક્તિ ડે શાળાને શિક્ષકોની ભરતી માટે આદેશ અપાયો છે.

TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સર્વ શિક્ષા અભિયાન ( Sarva Shiksha Abhiyan ) હેઠળ ચાલુ વર્ષથી શરૂ થતી નવી શાળામાં TAT પાસ ઉમેદવારોને જ શિક્ષક તરીકે ભરતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અને જ્ઞાન શક્તિ ડે શાળાને શિક્ષકોની ભરતી માટે આદેશ અપાયો છે.

TAT પાસ ઉમેદવારોને જ શિક્ષક તરીકે લેવાના આદેશ બાદ ઉમેદવારોને હવે નવી તક મળશે. અગાઉથી જે લોકોએ TATની પરીક્ષા આપી છે અને પાસ પણ થયા છે તેવા ઉમેદવારો માટે આ સોનેરી તક સમાન છે.

આ પણ વાંચો : Gandhinagar: ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપિંડીથી બચવા ખાસ લેવી આ કાળજી

8 લાખથી વધુ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપી હતી

અગાઉ ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે લેવામાં આવી હતી. તંત્ર માટે કસોટી સમાન આ પરીક્ષામાં સંભવિત અત્યાર સુધીના સૌથી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે 17 લાખથી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી હતી, પરીક્ષા માં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. આ સિવાય કેન્દ્રમાં પ્રવેશ સાથે પરીક્ષાર્થીઓનો કોલ લેટર સાથેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video