Gujarati Video: ખેડૂતો માટે સારા સમાચાર, હવે 8 કલાકના બદલે મળશે 10 કલાક વીજળી

Gujarati Video: ખેડૂતો માટે સારા સમાચાર, હવે 8 કલાકના બદલે મળશે 10 કલાક વીજળી

| Edited By: | Updated on: Aug 31, 2023 | 8:56 PM

સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, મોરબીના ખેડૂતોને 2 સપ્ટેમ્બરથી વીજળી મળશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 5 સપ્ટેમ્બરથી 10 કલાક વીજળી મળશે. અગાઉ માત્ર 14 જિલ્લાઓને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી પાણીની તંગી ઉભી થઈ છે.

ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર છે. ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળશે. ઓગસ્ટ મહિનામાં વરસાદ (Rain) ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેથી રાજય સરકારે પાક બચાવવા ખેડૂતોની ચિંતા કરી અને ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, મોરબીના ખેડૂતોને 2 સપ્ટેમ્બરથી વીજળી મળશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 5 સપ્ટેમ્બરથી 10 કલાક વીજળી મળશે. અગાઉ માત્ર 14 જિલ્લાઓને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી પાણીની તંગી ઉભી થઈ છે.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામડાઓમાં પાણીનો પોકાર સર્જાયો છે, જેથી ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માગ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો