Junagadh: જૂનાગઢમાં કેશોદનો ઘેડ પંથકમાં ફરી પૂરના પાણી ઘૂસ્યા. ઘેડ પંથકમાંથી પસાર થતી ઓઝત, મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું. ત્યારે ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરવાસના વિસાવદરમાં 12 ઈંચ, મેંદરડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો. જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
હજુ ખેડૂતોના આંસુ સુકાયા નથી ત્યાં મઢડા, મુળિયાસા, બાલાગામમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે. નદીઓના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ છે. ઘેડ પંથકની સ્થિતિ એવી છે કે ત્યાં વરસાદ હોય કે ન હોય પરંતુ ઉપરવાસમાંથી તમામ પાણી અહીં ફરી વળે છે અને અહીંના લોકોને દર ચોમાસાએ ભારે નુકસાની વેઠવી પડે છે.
આ પણ વાંચો: અમરેલી SP હિમકર સિંહનો સપાટો, 1 PSI અને 9 પોલીસકર્મીની એક સાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો