Gujarati Video: ઘેડ પંથક થયો ફરી જળબંબાકાર, ખેતરો પાણીમાં ગરકાવ, મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ

Junagadh: જુનાગઢ જિલ્લામાં આવેલા ઘેડ પંથકની જાણે માઠી બેઠી છે. ચોમાસાની શરૂઆતના વરસાદમાં ઘેડ પંથકમાં ભારે વરસાદને પગલે લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખેતરોમાં પણ પાક નષ્ટ થયો હતો. એ નુકસાનીની હજુ કળ પણ વળી નથી ત્યાં ફરી ઘેડ પંથકમાં ભારે વરસાદે ખાનખરાબી સર્જી છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થતા લોકોના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યુ છે. આ તરફ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:59 PM

Junagadh:  જૂનાગઢમાં કેશોદનો ઘેડ પંથકમાં ફરી પૂરના પાણી ઘૂસ્યા. ઘેડ પંથકમાંથી પસાર થતી ઓઝત, મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું. ત્યારે ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉપરવાસના વિસાવદરમાં 12 ઈંચ, મેંદરડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો. જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

હજુ ખેડૂતોને કળ વળી નથી ત્યા ફરી પારાવાર નુકસાની વેઠવાની નોબત

હજુ ખેડૂતોના આંસુ સુકાયા નથી ત્યાં મઢડા, મુળિયાસા, બાલાગામમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે. નદીઓના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ છે. ઘેડ પંથકની સ્થિતિ એવી છે કે ત્યાં વરસાદ હોય કે ન હોય પરંતુ ઉપરવાસમાંથી તમામ પાણી અહીં ફરી વળે છે અને અહીંના લોકોને દર ચોમાસાએ ભારે નુકસાની વેઠવી પડે છે.

આ પણ વાંચો: અમરેલી SP હિમકર સિંહનો સપાટો, 1 PSI અને 9 પોલીસકર્મીની એક સાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ

જુનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">