Gujarati Video: Gandhinagar: CMએ દહેગામની ઓચિંતી મુલાકાત લઈ તળાવની કામગીરીની કરી સમીક્ષા, ગામના લોકો સાથે લીધી ચાની ચુસ્કી

Gandhinagar: મુખ્યમંત્રીએ દહેગામના કરોલ ગામમાં નિર્માણાધિન તળાવની ઓચિંતી વિઝિટ કરી હતી. આ દરમિયાન તેમણે ત્રણ નિર્માણાધિન તળાવોની કામગીરીની સમીક્ષા કરી સાથે જ ગામલોકોના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી અને અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:44 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફરી એકશનમાં આવ્યા. તેમણે દહેગામના કરોલી ગામમાં નિર્માણાધીન ત્રણ તળાવની ઓચિંતી મુલાકાત લીધી. કરોલી ગામમાં અમૃત સરોવર હેઠળ ત્રણ તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલની સાથે ACS પંકજ જોષી અને મામલતદાર પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાને વરિષ્ઠ અધિકારીઓ સાથે તળાવોની કામગીરીની સમીક્ષા કરી. સીએમની ઓંચીતી મુલાકાતથી અધિકારીઓમાં ચર્ચા જાગી હતી.

આ પણ વાંચો: Ahmedabad: જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન, જુઓ Video

 CMએ લોકો વચ્ચે જઈ માણી ચાની ચુસ્કી

તો ફરી એકવાર મુખ્યમંત્રી લોકો વચ્ચે જઈ લોકોના હાલચાલ પૂછ્યા. CM ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જનતાને જોવા મળી. મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં કરોલી ગામની કિટલી પર બેસીને સ્થાનિકો સાથે ચાનો સ્વાદ માણ્યો. CM ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી અને સ્થાનિક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવાની સુચના આપી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો