Rajkot : રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર જાતિવાદનું ઝેર ફેલાયું છે. ફરી જાતિવાદને લઇ એક પરિવાર પર હુમલો કરાયો છે. ધોરાજીના મેઇન બજાર ચોક વિસ્તારમાં અજાણ્યા દંપતીએ માત્ર બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે પરિવારના ચાર સભ્યો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. પતિ-પત્ની અને બે બાળકો પર બે લોકોએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો- Ahmedabad: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ-હિંમતનગર રેલ વિભાગનું કરવામાં આવ્યું નિરીક્ષણ
હુમલાનો ભોગ બનાનાર ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ભોગ બનનાર પરિવારનો આરોપ છે કે અમે બાઇક પાર્ક કરવા માટે અપીલ કરી હતી. પરંતુ અમે વાલ્મીકી સમાજના હોવાથી બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો. એટલું જ નહીં બે બાળકો પર પણ દયા ના આવી અને હુમલો કર્યો હતો.
તો બીજી તરફ હુમલાની ઘટના બાદ વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો છે. વાલ્મીકી સમાજે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાવ્યો છે. જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો આગામી સમયમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો