Gujarati Video: અંબાજી મંદિરના પ્રસાદ વિવાદમાં પ્રથમ વાર કલેક્ટર આવ્યા મીડિયા સામે , કહી આ મહત્વની વાત જુઓ Video

|

Mar 06, 2023 | 11:55 PM

કલેક્ટરે મા અંબાની સાક્ષીએ દાવો કર્યો કે મંદિરમાં આવતો એક એક રૂપિયો પ્રજાના હિતમાં વપરાય છે અને દાનમાં મળેલી રકમમાંથી કોઇને પણ કમાણી કરવામાં રસ નથી. પ્રસાદ વિવાદ વિશે પૂછાયેલા સવાલમાં કલેક્ટરે કહ્યું કે, રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે,

અંબાજી મંદિરમાં સર્જાયેલા પ્રસાદ વિવાદ વચ્ચે પ્રથમવાર જિલ્લા કલેક્ટર મીડિયા સમક્ષ આવ્યા હતા. જોકે કલેક્ટર આનંદ પટેલે પ્રસાદ વિવાદ મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું. કલેક્ટર આનંદ પટેલે માઇભક્તોને પ્રસાદના વિષયમાં બેફીકર રહેવાની હૈયાધારણા આપી હતી.

કલેક્ટરે મા અંબાની સાક્ષીએ દાવો કર્યો કે મંદિરમાં આવતો એક એક રૂપિયો પ્રજાના હિતમાં વપરાય છે અને દાનમાં મળેલી રકમમાંથી કોઇને પણ કમાણી કરવામાં રસ નથી. પ્રસાદ વિવાદ વિશે પૂછાયેલા સવાલમાં કલેક્ટરે કહ્યું કે, રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, અને વહેલી તકે આ વિવાદ ઉકેલાય તેમાં અધિકારીઓને રસ છે.

હાલ પ્રસાદ વિવાદ ઉભોને ઉભો છે, ત્યારે ભક્તોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ રૂપે યથાવત રહી શકે છે.

અંબાજીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પ્રસાદને લઈને વિવાદ વણસ્યો છે, ત્યારે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ CM ભૂપેન્દ્ર પટેલને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા ચાલુ રજુઆત કરવામાં આવી છે.

મોહનથાળનો પ્રસાદ બંધ કરતા વિવાદ

મહત્વનું છે કે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા સતત બીજા દિવસે પણ ભક્તોમાં નારાજગી જોવા મળી. અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ લાગી હતી. જ્યા મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ મળતા ભક્તો નારાજ થયા હતા. ભક્તોએ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માગ કરી હતી.

Published On - 11:52 pm, Mon, 6 March 23

Next Video