Gujarati Video : સુરતમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો, મરચાં અને ધાણાજીરુંમાં ભેળસેળ સામે આવી

Gujarati Video : સુરતમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો, મરચાં અને ધાણાજીરુંમાં ભેળસેળ સામે આવી

author
| Edited By: | Updated on: May 14, 2023 | 2:08 PM

સુરતના(Surat)  કડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. કડોદરાના જે.ડી. ફૂડ એન્ડ એગ્રો.માં ફૂડ એન્ડ ડ્રગ્સે રેડ પાડી હતી. જેમાં મરચા, હળદર અને ધાણાજીરૂંમાં કલર અને ચોખાના પાઉડરની ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતુ. તપાસ દરમિયાન 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મસાલાના સેમ્પલને ગાંધીનગર મોકલાયા હતા.

સુરતના(Surat)  કડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. કડોદરાના જે.ડી. ફૂડ એન્ડ એગ્રો.માં ફૂડ એન્ડ ડ્રગ્સે રેડ પાડી હતી. જેમાં મરચા, હળદર અને ધાણાજીરૂંમાં કલર અને ચોખાના પાઉડરની ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતુ. તપાસ દરમિયાન 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મસાલાના સેમ્પલને ગાંધીનગર મોકલાયા હતા. તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજ્યમાં  મહેસાણાના  વિજાપુરમાં મરચાંમાંથતી ભેળસેળ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં મરચાને કલર કરવા સિંદૂરનો કલર વપરાતો હોવાનુ મુકેશ મહેશ્વરીએ કબૂલ્યુ છે.મહેસાણાના વિજાપુરમાંથી 3849 કિલો ભેળસેળયુક્ત મરચા મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મરચાને કલર કરવા સિંદુરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ ખુલાસો આરોપી મુકેશ મહેશ્વરીએ કર્યો છે. ફેક્ટરીમાં મુકેશ મહેશ્વરી મરચામાં કલર દેખાડવા સિંદુર નાંખતો હતો. તેમજ આરોગ્ય વિભાગના લાયસન્સ વગર જ મરચાની ફેક્ટરી ચલાવતો હતો. જ્યારે વડોદરાની લેબમાં મોકલેલા નમુનાના રિપોર્ટ 14 દિવસમાં આવશે. મુકેશ મહેશ્વરી દ્વારા મરચામાં ભેળસેળનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાત સહિત સુરત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 14, 2023 02:02 PM