Gujarati Video : જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી

Gujarati Video : જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી

| Edited By: | Updated on: Jun 30, 2023 | 4:12 PM

જામનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લાખોટા તળાવ (Lakhota Lake) પાસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ (Protection wall) તૂટી ગઇ છે.

Jamnagar : જામનગર જિલ્લામાં ભારે વરસાદને (Rain) પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. જામનગર શહેરમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જામનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

લાખોટા તળાવ (Lakhota Lake) પાસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ (Protection wall) તૂટી ગઇ છે. 18 મીટર લાંબી દીવાલ તૂટીને તળાવમાં પડી છે. દુર્ઘટનાને ટાળવા રસ્તો બંધ કરાયો છે. તળાવની આસપાસ ધુમ્મસ જેવો માહોલ છે.

આ પણ વાંચો- નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી, કારમાં સવાર ચાર લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જૂઓ Video

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો