વડોદરામાં અલકાપુરીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પલેક્સમાં આવેલી ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી હતી. જેમાં 40 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. સર્વરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ચોલા ફાઇનાન્સ મંડલમાં લાગેલી આગથી ડેટા નાશ થવાની શક્યતા છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.
આ પણ વાંચો-Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો
વડોદરાના અલકાપુરીમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આવેલી ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સર્વરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગી તે સમયે ઓફિસમાં 40 કર્મચારીઓ હાજર હતા. જો કે ધુમાડો નીકળતો જોતા જ તમામ ઓફિસની બહાર નીકળી ગયા હતા. જો કે આગના કારણે સર્વર રુમનો તમામ સામાન તથા ડેટા બળી ગયો હોવાની શક્યતા છે. કંપનીના સામાનને નુકસાન થયાની માહિતી છે.
(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, વડોદરા)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…