Gujarati Video : સુરતના પલસાણાના તાતીથૈયાની કદામવાળા મિલમાં લાગી ભીષણ આગ, જુઓ Video
મળતી માહિતી અનુસાર આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની જાણ થતા જ સ્થાનિકોને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર આવી પોંહચ્યા હતા અને ફાયર ટીમને જાણ કરી હતી.
અત્યારે રાજ્યમાં વારંવાર આગ લાગવાની ઘટના જોવા મળી રહી છે. તેવામા આવી એક ઘટના સુરતમાં બની છે. સુરતના પલસાણાના તાતીથૈયા ખાતે આવેલી એક મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. તાતીથૈયાની કદામવાળા મિલમાં ભીષણ આગ લાગી હતી.
આ પણ વાંચો :Surat: અલગ અલગ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સના EMT એ 2 મહિલાઓની કરાવી સફળ ડિલિવરી
મળતી માહિતી અનુસાર આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની જાણ થતા જ સ્થાનિકોને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર આવી પોંહચ્યા હતા અને ફાયર ટીમને જાણ કરી હતી. સુરત, બારડોલી, પલસાણા અને કામરેજની ફાયર ટીમ ઘટના સ્થળે પોંહચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં આગ
આ અગાઉ પણ સુરતમાં પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં મોડીરાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં આ ડાઈંગ મીલમાં આગગેસના બાટલા ફાટવાના કારણે લાગી હતી. જો કે આ આગ મોડી રાત્રે લાગી હોવાથી સદનસીબે મીલમાં કોઇ કામદાર હાજર ન હતા. આ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
