Ahmedabad: ગત વર્ષે જેને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો હતો. તે અમદાવાદમાં જ ઘણી જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય છે. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જ અમદાવાદ કોર્પોરેશન તંત્રના દાવાને પોકળ સાબિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના કાળીગામ અંડરબ્રિજ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે. અહીં વરસાદ વરસ્યાને મહિનો થઈ ગયો તેમ છતાં પાણી ઓસરતું નથી. તંત્ર કાર્યવાહીના નામે ડિવૉટરિંગ પંપ તો મૂકે છે પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં વર્ષોથી આવી જ સ્થિતિ છે. ગંદકીના કારણે રોગચાળો વકરે તેવી પણ પરિસ્થિતિ છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જલ્દીમાં જલ્દી પાણીના નિકાલની વ્યવસ્થા થાય અને ગંદકીનું સામ્રાજ્ય દૂર થાય તેવી સ્થાનિકોની માગ છે. પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવાની પણ સ્થાનિકો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો