AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: બાપની બેદરકારી સંતાન પર જોખમ, બાળકોના હાથમાં બેજવાબદારીનું સ્ટેયરિંગ કેમ ?

Gujarati Video: બાપની બેદરકારી સંતાન પર જોખમ, બાળકોના હાથમાં બેજવાબદારીનું સ્ટેયરિંગ કેમ ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 12:27 AM
Share

Ahmedabad: ભૂલકાઓને વાહનોનું સ્ટિંયરિંગ પકડાવતા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. અહી વીડિયોમાં પણ અલગ અલગ શહેરોના આ પ્રકારના દૃશ્યો દ્વારા એ જ બતાવવાનો પ્રયાસ કરાયો છે કે કેમ અમુક પિતાઓ એટલી હદે બેદરકાર થઈ જાય છે કે બાળકના જીવની પણ ચિંતા કરતા નથી.

Ahmedabad: બાપની બેદરકારી, સંતાન પર જીવનું જોખમ. પાછલા કેટલાક દિવસોથી વાયરલ થઇ રહેલા વીડિયો, ગંભીર બેદરકારીના દર્શન કરાવી રહ્યા છે. ક્યાંક સંતાનોને ખોટું પ્રોત્સાહન આપતા પિતા, તો ક્યાંક બેદરકારી દાખવતા પિતા,. આ તમામ ઘટનાઓમાં બે વાત સામાન્ય છે, પહેલી પિતાની બેદરકારી અને બીજી સંતાનોના જીવ સામે જોખમ. જો અને તો ની વાત છે, પરંતુ સહેજ ચૂક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. નજર હટી, દુર્ઘટના ઘટી. રોજબરોજ અનેક માર્ગ અકસ્માતો નજર સમક્ષ આવતા હોય છે, છતાંય ટ્રાફિકના નિયમોનું આ ઉલ્લંઘન મોતની સજાનું કારણ બની શકે છે.

વાહનોનું સ્ટિયરિંગ બાળકોને પકડાવતા પિતાઓની આંખ ક્યારે ખૂલશે કે બે ઘડી ગમ્મત જિંદગીભરનો વસવસો આપી શકે

સમાજમાંથી સામે આવી રહેલા દ્રશ્યો ચિંતા સાથે સવાલો સર્જનારા છે. અહીં સવાલ એ સર્જાય કે કેમ સભ્ય સમાજના જવાબદાર વ્યક્તિઓ બેદરકારી દાખવી રહ્યા છે, કેમ પિતા કે વડીલોને બાળકોના જીવની ચિંતા નથી. કેમ બાળકોને ઇરાદાપુર્વક જવાબદારીનું સ્ટેયરિંગ પકડાવી દેવાય છે. જો કોઇ દુર્ઘટના કે અકસ્માત સર્જાશે. અનેક અકસ્માતો બાદ પણ ક્યાં સુધી આટલી બેદરકારી? કેમ જાણી જોઇને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરાઈ રહ્યુ છે? શું આવા બેદરકાર પિતા સામે કાર્યવાહી ન થવી જોઇએ? કેમ નાના ભૂલકાઓને હાથે કરીને પિતા ખોટું પ્રોત્સાહન આપી રહ્યા છે. નાના બાળકો પર આવા ખોટા પ્રોત્સાહનની ખરાબ અસર નહીં થાય. સવાલો અનેક છે પરંતુ સભ્ય સમાજના સભ્ય નાગરિક હોવાની આપણે ફરજ નિભાવવી જ પડશે.

આ પણ વાંચો: Jamnagar: જામનગર ગ્રામ્યમાં શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ, જિલ્લાની 66 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક બજાવે છે ફરજ

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">