Jamnagar: જામનગર ગ્રામ્યમાં શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ, જિલ્લાની 66 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક બજાવે છે ફરજ
Jamnagar: જામનગરમાં સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટેના નવા નિયમો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યા ઘટી છે. સારા શિક્ષકો ગામડામાં જવા તૈયાર નથા. આથી શહેરી વિસ્તારોમાં તો શિક્ષકોની ઘટ પૂરી થઈ છે. ચોંકાવનારી બાબત એ છે જિલ્લાની 66 શાળાઓ એવી છે જયાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.
Jamnagar: સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે નવા નિયમો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યા ઓછી થઈ. શહેરી વિસ્તારમાં 100 ટકા શિક્ષકો મળ્યા. જામનગર જીલ્લાની કરીએ તો જામનગરમાં તાજેતરમાં શિક્ષકોની બદલી થતા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોની સંખ્યા ઘટી છે અને શહેરી વિસ્તારમાં જે શિક્ષકોની ઘટ હતી, તે પુર્ણ થતા 100 ટકા શિક્ષકો થયા છે. જિલ્લાની 66 જેટલી શાળાઓ એવી છે જયાં એક જ શિક્ષક ફરજ બજાવે છે.
જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 66 શાળામાં માત્ર એક શિક્ષક
જામનગર જીલ્લા પંચાયત હેઠળ કુલ 665 સરકારી શાળાઓ આવેલી છે. જે પૈકી 66 શાળાઓ એવી છે, જયાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે. કુલ જિલ્લાની 10 ટકા શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. જે શાળામાં આચાર્ય પોતે છે. વિવિધ વિષયના શિક્ષક પણ પોતે છે અને અલગ-અલગ ધોરણમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.
અગાઉ જીલ્લામાં આવી એક શિક્ષકવાળી 8 શાળા હતી. જે હાલ શિક્ષકોની બદલી બાદ 66 શાળાઓ છે. જેમાં લાલપુર તાલુકાની 16 શાળા, જામજોધપુર તાલુકાની 14 શાળા, કાલાવડ તાલુકાની 14 શાળા, જોડીયા તાલુકાની 9 શાળા, ધ્રોલ તાલુકાની 8 શાળા અને જામનગર તાલુકાની 5 શાળાનો સમાવેશ થાય છે.
આચાર્ય, શિક્ષક, કલાર્ક, પટ્ટાવાળા તમામની કામગીરી એક જ વ્યકિત પર
એક શાળામાં એક શિક્ષક હોવાથી તમામ વર્ગના વિધાર્થીઓને સાથે ભણાવવા પડે છે. આચાર્યાનુ કામ, વહીવટી કામ તેમજ કેટલી શાળામાં પટ્ટાવારા પણ ના હોવાથી શાળાની સફાઈ સહીતની તમામ કામગીરી એક આચાર્યને જવાબદારી બને છે. જો એક શિક્ષક હોય તે પણ કોઈ કારણે રજા લે તો શાળામાં રજા રહે. ઓછા શિક્ષકોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના અભ્યાસ પર અસર પડે છે. તેને ઉકેલ માટે સરકારે નવા શિક્ષકોની ભરતી કરવી જોઈએ.
બદલી બાદ 497 શિક્ષકો અન્ય જિલ્લામાં ગયા જેની સામે માત્ર 81 શિક્ષક આવ્યા
જિલ્લામાં કુલ 665 શાળામાં 3696 શિક્ષકોની મહેકમ સામે હાલ 2926 શિક્ષકો ફરજ બજાવે છે. જયારે 770 શિક્ષકોની જગ્યા ખાલી છે. તાજેતરમાં બદલી કેમ્પ થતા જામનગર જિલ્લામાંથી 497 શિક્ષકો અન્ય જિલ્લ્લામાં ગયા. અન્ય જીલ્લામાંથી 86 શિક્ષકો જામનગર જીલ્લામાં આવ્યા. મોટી સંખ્યામાં શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય જીલ્લા કે શહેર તરફ બદલી થતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યા ઓછી થઈ છે. પ્રવાસી શિક્ષકો ભરવા માટેની પ્રક્રિયા થતા આ ઘટ ઓછી કરાશે.
શહેરમાં 91 શિક્ષકોની ઘટ પુર્ણ થતા 100 ટકા શિક્ષકો શહેરમાં ફરજ પર.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યા ઓછી થઈ છે. તો શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામાં જે અગાઉ 91 શિક્ષકોની ઘટ હતી. જે બદલી બાદ પુર્ણ થતા હાલ 422 શિક્ષકોના મહેકમ સામે કુલ 422 શિક્ષકો ફરજ બજાવે છે. બદલી થતા શહેરની તમામ શાળામાં પુરતા શિક્ષકો મળ્યા. શિક્ષણ વિભાગ દ્રારા જેવી રીતે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યકમો યોજાય છે. તેવી રીતે શિક્ષકોની ભરતી માટે ભરતી ઉત્સવ યોજી શિક્ષકોની ભરતી કરેે તો સરકારી શાળામાં અભ્યાાસ કરતા વિધાર્થીઓને શિક્ષણ મળી શકે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો