ઝાલોદ તાલુકાના ખેડૂતો જમીનના વળતર માટે જંગે ચઢ્યા છે. અનેક રજૂઆતો છતાં વળતર ન મળતા ખેડૂતોએ દાહોદ-ચિત્તોડગઢ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ખેડૂતો પ્રમાણે, વર્ષો પહેલા તેમની જમીન ડેમના ડૂબાણમાં ગઈ હતી.
જે બાદથી વળતર માટે સરકારી તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ જ વળતર મળ્યું નથી. જેને પગલે હવે તેમણે આંદોલન છેડ્યું છે. જ્યાં સુધી સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…