Gujarati Video: નકલી PSI મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો, 8 દિવસના રિમાન્ડ થયા મંજૂર, જુઓ VIDEOમાં કેદ મયુર તડવી

Gujarati Video: નકલી PSI મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો, 8 દિવસના રિમાન્ડ થયા મંજૂર, જુઓ VIDEOમાં કેદ મયુર તડવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 2:58 PM

ભેજાબાજ મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો.

નકલી PSI મયુર તડવી આખરે પોલીસના જાપ્તામાં આવી ગયા બાદ મયૂર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે મયૂર તડવીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.  મહત્વનું છે કે ડભોડા પોલીસ મથકમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી . ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો.  આ ઘટનામાં ગાંધીનગર એલસીબી  સમગ્ર તપાસ કરી રહી છે.

 કોર્ટે 8 દિવસના રિમાન્ડ કર્યાં મંજૂર

ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના આઠ દિવસના એટલે કે 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષની બેદરકારી હોવાની પણ ટકોર કરી છે. આરોપી મયુર તડવીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 15 કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી પરંતુ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આઠ દિવસના રિમાન્ડ માન્ય રાખ્યાં છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મયુર તડવીએ મિત્ર પાસેથી સોશિયલ મીડિયા થકી લેટર મેળવ્યો હતો અને ત્યારબાદ માતા-પિતાને ખુશ કરવા લેટરને મોબાઇલમાં PDFમાં એડિટ કરી પોતાનું નામ ઉમેર્યું હતું. એટલું જ નહીં મયુર પાસેથી પોલીસ યુનિફોર્મ અને સ્ટાર મળી આવ્યાં છે. કરાઈ સુધી પહોંચવામાં કોઇ રાજકીય સંડોવણી કે રાજકીય સપોર્ટ છે કે નહીં તેની તપાસ પણ જરૂરી છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ મયુર તડવી સવા મહિનો કરાઇ એકેડમીમાં રહેલો હોવાથી તેની પાસે કરાઈની કોઇ ગુપ્ત વિગત છે કે નહીં અનેે બહાર કોઇને પોલીસની ઓળખ આપી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરશે. એટલું જ નહીં મયુર તડવીના ચારથી પાંચ બેંક એકાઉન્ટની પણ તપાસ થશે.

નકલી પીએસઆઈ મયુર તડવીની  ગત રોજ થઈ હતી ધરપકડ

ભેજાબાજ મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે.

ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.

કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે. પ્રકાશમાં આવેલું કૌભાંડ સરકારી નોકરી અને દેશસેવા માટે લાયક ઉમેદવારોના હક્ક ઉપર તરાપ સમાન છે.

કૌભાંડમાં સંડોવાયેલા તમામને ઝડપી પાડી દાખલારૂપ કાયર્વાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. બોગસ પીએસઆઇની તાલીમ મામલે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસથી આ મામલા પર તપાસ ચાલી રહી છે.

વિથ ઇનપુટ: હરિન માત્રાવડિયા , અમદાવાદ ટીવી9

Published on: Mar 02, 2023 12:33 PM
g clip-path="url(#clip0_868_265)">