Gujarati Video : ઊંઝાના દાસજ ગામમાંથી ઝડપાયુ નક્લી જીરું, 3 હજાર કિલોથી વધુ નકલી જીરાનો જથ્થો જપ્ત
Mehsana: ઊંઝાના દાસજ ગામમાંથી નક્લી જીરુ બનાવતુ ગોડાઉન ઝડપાયુ છે. 3 હજાર કિલોથી વધુ નક્લી જીરુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવી નક્લી જીરુ બનાવતા બનાવતા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
જો તમે જીરુ ખરીદવાના હોય તો પહેલા તેની ગુણવત્તા ખાસ ચકાસી લેજો, કારણ કે મહેસાણાના ઊંઝાના દાસજ ગામમાંથી નક્લી જીરુ બનાવતુ ગોડાઉન ઝડપાયુ છે. રાજયના ખોરાક ઔષધ નિયમનતંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુકત આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે આશયથી તંત્ર દ્વારા નિયમીત રીતે દરોડા પાડવામાં આવે છે. જેના ભાગરૂપે તંત્રને મળેલી બાતમીના આધારે ઊંઝા ખાતેથી આશરે રૂપિયા પાંચ લાખનો બનાવટી જીરાનો3360 કિલો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલાયા છે. અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે
દાસજ ગામમાં વરિયાળીમાંથી નક્લી જીરુ બનાવવામાં આવતુ હતુ. ફુડ એન્ડ ડ્રગ વિભાગે જય પટેલના મંગલમૂર્તિ ગોડાઉનમાં રેડ પાડી હતી. જેમા 48 બોરી મળીને 3 હજાર કિલો 360 કિલો નક્લી જીરુ સીઝ કર્યુ છે. ફૂડ સેફ્ટી ઓફિસર એસ .બી. પટેલ એ આ બનાવટી જીરુ નો નમુનો લઈ જરૂરી પૃથ્થકરણ માટે ખોરાક વિભાગની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.આ નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વરિયાળીના ભુસાને કેમિકલ પ્રોસેસ કરી બનાવવામાં આવતુ હતુ નક્લી જીરુ
વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતના 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ગોડાઉન માલિક જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો