Gujarati Video : ગાંધીનગરના કલોલમાં વધ્યો રોગચાળો, જુમ્મા મસ્જિદ, મતવા કુવા વિસ્તાર કોલેરાગ્રસ્ત

| Edited By: | Updated on: Jun 23, 2023 | 5:11 PM

ગાંધીનગરના (Gandhinagar) કલોલમાં કોલેરાનો (Cholera) પગપેસારો થયો છે. કલોલના જુમ્મા મસ્જિદ, મતવા કુવા વિસ્તાર અને બાંગ્લાદેશી છાપરા સહિતનો વિસ્તારમાં કોલેરો કહેર વધી ગયો છે.

Gandhinagar : ગાંધીનગરના કલોલમાં કોલેરાનો (Cholera) પગપેસારો થયો છે. કલોલના જુમ્મા મસ્જિદ, મતવા કુવા વિસ્તાર અને બાંગ્લાદેશી છાપરા સહિતનો વિસ્તારમાં કોલેરો કહેર વધી ગયો છે. ત્યારે વિવિધ વિસ્તારમાં કોલેરાની બીમારી ફેલાતા જિલ્લા કલેક્ટર હિતેશ કોયા અને DDO સુરભી ગૌતમે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી. જે બાદ કલેક્ટર, SDM અને DDOએ કોલેરાને લઇ બેઠક યોજી છે.

આ પણ વાંચો- સુરતના રામપુરામાં 1 વર્ષનો બાળક રુમમાં ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બાળકને બચાવ્યો, જુઓ Video

બેઠકમાં સ્થાનિક MLA અને આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી મેળવીને બીમારી કઇ રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરાઇ. સાથે જ ડોર ટુ ડોર સેમ્પલ લેવા આરોગ્ય વિભાગને પણ સૂચન કરાયું છે. વિવિધ વિસ્તારોમાં કોલેરા બીમારી અંગે સાવચેતી રાખવા માટે બેનર-પોસ્ટર લગાવવા પણ આદેશ કરાયા છે.

કોલેરા ફેલાવવાનું મુખ્ય કારણ દૂષિત ખોરાક અને પાણી છે. આ બીમારી ગંદા હાથ અને આંગળીઓના નખ દ્વારા પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પસાર થઈ શકે છે. જેને કારણે ગંભીર ઝાડા થવાની સમસ્યા થાય છે, જે ડિહાઇડ્રેશનની સ્થિતિ તરફ દોરી જાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે થોડા કલાકોમાં મૃત્યુ પણ થઇ શકે છે. કોલેરા મોટે ભાગે મે અને સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળે છે. આ પાછળનું કારણ એ છે કે આ દિવસોમાં માખીઓ વધુ હોય છે અને ખાવા-પીવાને દૂષિત કરે છે. આ ઉપરાંત વરસાદી ઋતુમાં વાસી ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી પણ કોલેરા થાય છે.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો