રાજેશ ચુડાસમા કોણ છે..? આ સવાલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ સવાલ સર્જાવા પાછળનું કારણ છે સૌરાષ્ટ્રના ખ્યાતનામ તબીબનો આપઘાત.ગરીબોના મસીહા અને માનવતાનો ધર્મ નિભાવતા સર્જન તબીબ અતુલ ચગે અગ્મય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે.ડોક્ટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે.એક ખ્યાતનામ તબીબના આપઘાતના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડઘા પડ્યા છે.
જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે ડોક્ટર ચગે આપઘાત કેમ કર્યો. આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને હાથ એક સુસાઇડ નોટ લાગી છે.આ સુસાઇડ નોટમાં નારણભાઇ અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
જે બંને લોકોના નામ સુસાઇડ નોટમાં છે તેમને લઇને હાલ ભારે સસ્પેન્શ સર્જાયું છે.મહત્વપૂર્ણ છે કે ડોક્ટર ચગને ઉદ્યોગકારો સહિત રાજકીય હસ્તીઓ સાથે ધરોબો હતો.આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડોક્ટર અતુલ ચગે આર્થિક કારણોસર આપઘાત કર્યો હોઇ શકે છે.પોલીસે હાલ આશંકાની થીયરી પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિશ્વાસપાત્ર સૂત્રોની માનીએ તો ડોક્ટર ચગના આપઘાત બાદ ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો આવી શકે છે. આ સાથે જ પોલીસ તપાસમાં પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા
Published On - 5:03 pm, Sun, 12 February 23