મહાઠગ કિરણ પટેલની જેમ જ સરકારી સગવડ લેનાર દોષિતને દિવ કોર્ટે સજા ફટકારીને રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ દોષિતે દિવ-દમણમાં નકલી CBI અધિકારીની ઓળખ આપીને મહિનાઓ સુધી સર્કિટ હાઉસમાં રોકાણ કર્યુ હતું. એટલું જ નહિં નકલી CBI અધિકારી બનીને અનેકને લાખોનો ચૂનો પણ લગાડ્યો હતો.
ઘટના છે 2018ની, કે જ્યારે અમદાવાદનો ઠગ પિયુષ વ્યાસ CBI અધિકારીની ઓળખ આપીને મહિનાઓ સુધી સરકારી સર્કિટ હાઉસમાં રોકાયો હતો. જેની માહિતી દીવ ગુપ્તચર વિભાગને મળી હતી.જેના આધારે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે, પિયૂષ એક વીમા એજન્ટ છે, અને નકલી અધિકારી બનીને સગવડો લે છે. એટલું જ નહિં એવો પણ ખુલાસો થયો હતો કે, તેણે નકલી CBI અધિકારી બનીને કલેક્ટર, નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને તેનો જ ઉપયોગ કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પણ પડાવી લીધા હતા..
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસના આધારે આરોપી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પુરાવાના આધારે કોર્ટે દોષિતને સજા ફટકારી છે અને રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસ માં આ ઠગ પિયુષ હરિપ્રસાદ વ્યાસ એક વિમા એજન્ટ નિકળતાં દીવ કલેકટર ને જાણ કરવામાં આવતાં દીવ પોલિસે આ ઠગ પીયુષ હરિપ્રસાદ વ્યાસ ઉપર ગુન્હો નોધતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરીને દીવ પોલિસ ને સોંપતા દીવ પોલિસે કાનુની કાર્યવાહી હેઠળ દીવ કોર્ટમાં કેસ ચાલતાં જરુરી પુરાવા અને સાક્ષીઓની જુબાની ના આધારે IPC ની કલમ 419 માં ગુન્હેગાર ઠેરવી રૂપીયા 50 હજાર નો દંડ અને કોર્ટ ની કાર્યવાહી પુર્ણ થાય ત્યા આરોપીને સાદી સજા ફટકારી હતી.
વિથ ઇનપુટ: બિપિન બામણિયા, દીવ. ટીવી9
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…