Gujarati Video: મહેસાણામાં ગૌચરની જમીનને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ કરી કાર્યવાહી, સરપંચ, ઉપસરપંચ સહિત 4 સભ્યો સસ્પેન્ડ

|

Feb 26, 2023 | 11:45 PM

Mehsana: મહેસાણાના તરેટી ગામમાં ગૌચરની જમીનમાં કૌભાંડમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૌચરની જમીનની અન્ય હેતુ માટે ફાળવણી કરવાનો અધિકાર ન હોવાછતા ઠરાવ કર્યો હતો.

મહેસાણાના તરેટી ગામમાં ગૌચરની જમીનમાં કૌભાંડને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી છે. તરેટી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પંચાયત અધિનિયમ હેઠળ તમામને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યાં છે. મહત્વનું છે કે ગામના સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોએ મળી ગૌચરની જમીનમાં કૌભાંડ કર્યું હતું. ગૌચરની જમીન અન્ય હેતુ માટે ફાળવણી કરવાનો અધિકાર ન હોવા છતાં ઠરાવ કર્યો હતો. વાણિજ્ય હેતુ માટે ગૌચરની જમીનની ફાળવણી કરી હતી. જેને લઇ ભારે વિવાદ થયો હતો.

મહેસાણા તાલુકાના તળેટી ગામે ગૌચર હેડે ચાલતી સર્વે નંબર 73માંથી 15 મીટર પહોળાઈનો પૂર્વ પશ્ચિમ લંબાઈનો નેશનલ હાઇવેને જોડતો રસ્તો આપવા ગ્રામ પંચાયત દ્વારા 17 જૂન 2022ની સામાન્ય સભામાં બહુમતીથી ઠરાવ કરાયો હતો. આ અગાઉ 29 માર્ચ 2022ની ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં અરજદાર ચૌધરી બાબુભાઈ મહાદેવભાઈની માગણીને ગૌચર જમીનનો વાણિજ્યક હેતુ માટે આપી શકાય તેમ ન હોવા છતા તેને નામંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarati Video: મહેસાણા જોટાણામાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા ગામ લોકો ગંદુ પાણી પીવા મજબુર

સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ થતાં શુક્રવારે ગૌચરની જમીનની વાણિજ્યક હેતુ માટે આપી શકાય નહીં. તે બાબતથી ગ્રામ પંચાયત વાકેફ હોવા છતાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ઠરાવ કરી સત્તાનો મનસ્વીપણે ઉપયોગ કરનાર સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોને પંચાયત અધિનિયમ હેઠળ સભ્યપદેથી તથા સભ્યના હોદ્દા ઉપરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે હુકમ કર્યો હતો.

Next Video