Gujarati video: ગુજરાતના ગામમાં રાજસ્થાન સરકારની પાણીની પાઈપલાઈનથી વિવાદ, ગામના સરપંચે શું કર્યું જુઓ Video

|

Mar 28, 2023 | 11:51 PM

એક માહિતી અનુસાર આ પહેલા પણ રાજસ્થાન તરફથી ગુજરાતમાં જમીન મુદ્દે વિવાદ થયો હતો અને રાજસ્થાન સરકાર જમીન ઉપર કબ્જો કરવાના પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં આવેલો બનાસકાંઠા જિલ્લો જે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે. બનાસકાંઠાના અંતરિયાળ ગામો જે રાજસ્થાનની હદથી નજીક આવેલા છે, ત્યાં વસવાટ કરતા ગ્રામજનોને હદ વિસ્તારને કારણે વિવાદનો ભોગ બનવું પડતું હોય છે ફરીથી અહીં આવી જ એક ઘટના બની છે.

વાછોલ ગામના સરપંચે કઢાવી પાઈપલાઈન

બનાસકાંઠા જિલ્લાના વાંછોલ ગામમાં પાણીની લાઇન બાબતે સમસ્યા સર્જાઇ છે. વાંછોલ ગામના એવું બન્યું હતું ગામને અડીને આવેલા રાજસ્થાન રાજ્યના તંત્ર દ્વારા કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાતની હદમાં પાણીની લાઇન નાખી હતી.

રાજસ્થાન સરકાર દ્વારા વાંછોલ ગામમાં પાણીની લાઇન નાખતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. તેમજ વાંછોલ ગામના સરપંચે આ પાણીની પાઇપ લાઇન કઢાવી હતી.

આ અંગે સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

 

આ પણ વાંચો: Railway News: કોંકણ રેલવેના ચોમાસાના સમય પત્રકમાં થશે ફેરફાર, જાણો ગુજરાતને જોડતી કઈ ટ્રેનને થશે અસર

 

ગત વર્ષે પણ રાજસ્થાન સરકારના અધિકારીઓએ ઓળંગી હતી હદ

આ તરફ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મોડા માડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધારી આપી છે. ટીડીઓના કહેવા પ્રમાણે જો બંને રાજ્યોના અધિકારીઓ મળીને જમીનની માપણી કરે તો જ આ વિવાદનો અંત આવી શકે તેમ છે.

એક માહિતી અનુસાર આ પહેલા પણ રાજસ્થાન તરફથી ગુજરાતમાં જમીન મુદ્દે વિવાદ થયો હતો અને રાજસ્થાન સરકાર જમીન ઉપર કબ્જો કરવાના પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Video