Gujarati Video: સોમવારથી 3 દિવસ રાજ્યભરમાં નહીં થાય કોઈપણ સ્થળે ડાયાલિસિસ, PMJAY યોજના હેઠળ ફી ઘટતા નેફ્રોલોજીસ્ટ કરશે આંદોલન

|

Aug 12, 2023 | 11:51 PM

Ahmedabad: ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન પર ઉતરશે. 14 , 15 અને 16 ઓગષ્ટે તેઓ હડતાળ પર જઈ રહ્યા છે અને આજ કારણે આ બે દિવસ રાજ્યભરના એકપણ નેફ્રોલોજિસ્ટ ડાયાલિસીસ નહીં કરે. આથી ડાયાલિસીસના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Ahmedabad: જો તમારે કોઈ બીમારીને લઈને ડાયાલિસિસ કરવાનું રહેતું હોય, તો 14, 15 અને 16 ઓગસ્ટે તમને નહીં મળે શકી PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સેવા. ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે 14 થી 16 ઓગસ્ટ સુધી નેફ્રોલોજીસ્ટ નહીં કરે ડાયાલિસિસ. PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સારવાર નહીં કરે.

આ પણ વાંચો : Ahmedabad: ઘર કંકાસમાં સાસરિયાએ જમાઈને એસિડ પીવડાવી કરી નાખી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિતના સામે નોંધાયો ગુનો

ડાયાલિસિસની ફી સરકારે ઘટાડતા તબીબ આલમમાં રોષ

રાજ્યના 102 જેટલા તબીબો સરકાર સામેના વિરોધમાં જોડાયા છે. વિરોધ એ વાતનો છે કે PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે. ડાયાલિસિસના રૂપિયા 2300થી ઘટાડીને 1950 કરતાં વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધી છે. જેથી રાજ્યભરના નેફ્રોલોજીસ્ટમાં ભારે નારાજગી છે. જો કે, તબીબોએ બાંહેધરી આપી છે કે દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે. તબીબો ત્રણ દિવસ ખાનગી પ્રેક્ટિસ ચાલુ રાખશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:49 pm, Sat, 12 August 23

Next Video