Gujarati Video : અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વની કરી ઉજવણી, Videoમાં જોવા મળ્યા મનમોહક દ્રશ્યો

Gujarati Video : અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વની કરી ઉજવણી, Videoમાં જોવા મળ્યા મનમોહક દ્રશ્યો

| Edited By: | Updated on: Mar 09, 2023 | 7:16 AM

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ધૂળેટીના પર્વની ઉજવણીની પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ બરકરાર છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે સંપ્રદાય સાથે સંકળાયેલા હરીભક્તો મોટી સંખ્યામા મંદિરે પહોંચ્યા હતા અને રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.

દેશભરમાં ધુળેટીની ઉજવણી ધામધૂમથી થઈ હતી. ત્યાં જ અમદવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાધુ-સંતો અને ભક્તોએ રંગોના પર્વને ધામધુમથી ઉજવ્યો હતો. તો કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરૂ લાલજી મહારાજે રંગબેરંગી રંગો દ્વારા ભક્તોને ખુશીનો રંગમાં રંગ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ધૂળેટીના પર્વની ઉજવણીની પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ બરકરાર છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે સંપ્રદાય સાથે સંકળાયેલા હરીભક્તો મોટી સંખ્યામા મંદિરે પહોંચ્યા હતા અને રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં લોન્ચ થઈ Lucknow super giantsની નવી જર્સી, BCCI સચિવ જય શાહ રહ્યા હાજર

તો બીજી તરફ અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજી મહારાજને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. પર્વ નિમિતે 222 કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને ધાણી તથા હારડાનો શણગાર કરવામાં આવ્યો હતો. મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મહોત્સવની ઉજવણી છેલ્લા 79 વર્ષથી કરવામાં આવે છે.