Gujarati Video: બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાફલો રોકાવી માણી પાણીપુરીની મજા

| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:50 PM

Vadodara: બાગેશ્વર ધામની પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબાર પહોંચતા પહેલા રસ્તામાં પાણીપુરીની મજા માણી હતી. બાબાએ કાફલો રોકાવી પાણીપુરી ખાધી હતી અને પાણીપુરીવાળાને 100 રૂપિયા પણ અપાવ્યા હતા.

Vadodara:  બાબા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન છે. ત્યારે બાબા હોટેલમાંથી નીકળી નવલખી ગ્રાઉન્ડ જ્યાં દિવ્ય દરબારનું આયોજન છે ત્યા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે રસ્તામાં પાણીપુરીવાળાને જોતા તેમની કાર રોકાવી હતી અને પાણીપુરી ખાવા માટે રોકાયા હતા. બાબાને ગુજરાતની પાણીપુરીને સ્વાદ દાઢે વળગ્યો અને તેમણે 10 નંગ પાણીપુરી ખાધી હતી. ત્યારબાદ તેમણે પાણીપુરીવાળાને 100 રૂપિયા પણ અપાવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video : સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રોકાયા છે તે ગોપન ફાર્મની શું છે વિશેષતા ? ફાઈવસ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવા બાબાના ઉતારાના જુઓ એરિયલ શોટ્સ

આ તરફ વડોદરામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો. દિવ્ય દરબારમાં બાબાએ ભક્તોના પ્રશ્નોનું સમાધાન અને તેનો ઉકેલ બતાવ્યો. દરેક દરબારની જેમ બાબાએ ભક્તોની અરજી સ્વીકારી અને તેમના દુઃખ દુર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે વડોદરામાં ભક્તો કેવા પ્રશ્નો લઇને બાબાના દરબારમાં પહોંચ્યા અને બાબા બાગેશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કેવી રીતે પોતાના ભક્તોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કર્યો આવો જોઇએ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jun 03, 2023 11:45 PM