Surendranagar: જૂનાગઢના સૂરજ ભૂવાએ કરેલી યુવતીની હત્યાના કેસમાં હવે કોળી સમાજ બાદ ઠાકોર સમાજમાં રોષ વધી રહ્યો છે. ધારા હત્યા કેસમાં સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું. હત્યામાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના શખ્સોને ફાંસીની સજા આપવા જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરી. રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા હતા.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર તો 19 જૂન 2022ના રોજ ધારાની હત્યા કરવામાં આવી અને હત્યાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર હતો સૂરજ ભૂવા. કારમાં સવાર મીત શાહે ગળુ દબાવી ધારાની હત્યા કરી નાંખી અને બાદમાં યુવરાજની વાડીમાં ધારાના મૃતદેહને સળગાવી દીધો. ધારાની હત્યાનો શક ન થાય તે માટે સૂરજ સહિતના આરોપીઓએ ધારા જીવિત હોવાને અને તે ફરાર થઈ હોય તેવો ઘટનાક્રમ રચ્યો. પરંતુ તમામની કોલ ડિટેલે હત્યાનો ભેદ ખોલી નાંખ્યો.
સુરેન્દ્રનગર અને જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો