Gujarati video: સાળંગપુરમાં દાદાની વિશાળ પ્રતિમાના અનાવરણના દર્શન કરવા ઉમટ્યો ભક્જનોનો મહેરામણ, જુઓ Video

|

Apr 05, 2023 | 6:57 PM

આજે મોટી સંખ્યામાં લોકો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે અને બધા ભાવિકોમાં આતુરતા છે કે ક્યારે મૂર્તિનું અનાવરણ થાય અને કયારે નજીકથી આ મૂર્તિના દર્શન થઈ શકશે. આજે આયોજિત વિશેષ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા છે.

સાળંગપુર ખાતે આજે કષ્ટભંજન દેવની વિશાળ પ્રતિમાના અનાવરણના અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાનદાદાની દિવ્ય પ્રતિમાનું સ્મરણ થઈ આવે, પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે.

ભાવિકોમાં મૂર્તિના દર્શનની આતુરતા

આજે મોટી સંખ્યામાં લોકો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે અને બધા ભાવિકોમાં આતુરતા છે કે ક્યારે મૂર્તિનું અનાવરણ થાય અને કયારે નજીકથી આ મૂર્તિના દર્શન થઈ શકશે. આજે આયોજિત વિશેષ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો:  Botad: સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના સંત ગોપાળાનંદ સ્વામીએ શા માટે કરી હતી ? જાણો આ ભવ્ય મંદિરની સ્થાપનાનો ઇતિહાસ

14 મહિનાના સમયમાં બની આ વિશાળ પ્રતિમા

કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માણમાં 14 મહિનાનો સમય લાગ્યો છે. મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું. જે બાદ મૂર્તિના અલગ-અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે. પવનપુત્રની આ પ્રતિમાની વિશેષતા જોઇએ તો આ પ્રતિમાને દક્ષિણાભિમુખ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. તો પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video