Gujarati video : રાજકોટના કાળાસર ગામમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, લાંબા સમયથી મૃતદેહ પડ્યો હોવાનું અનુમાન
રાજકોટના (Rajkot) જસદણના કાળાસર ગામ નજીકથી ગઇકાલે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આસપાસ રહેતા સ્થાનિકોને થોડા દિવસથી દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે સ્થાનિકોએ સ્થળ પર તપાસ કરી હતી.
રાજકોટના (Rajkot) જસદણના કાળાસર ગામ નજીકથી અત્યંત કોહવાયેલી (decompose) હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ દુર્ગંધ આવતા સ્થળ પર તપાસ કરી હતી. જ્યાથી કોથળામાંથી મૃતદેહ મળ્યો હતો. જે પછી પોલીસને જાણ કરતા જસદણ પોલીસ અને રાજકોટ LCBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણના કાળાસર ગામ નજીકથી ગઇકાલે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આસપાસ રહેતા સ્થાનિકોને થોડા દિવસથી દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે સ્થાનિકોએ સ્થળ પર તપાસ કરી હતી. તપાસ કરતા એક કોથળાની અંદર અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. જે પછી ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે જસદણ પોલીસને જાણ કરી હતી.
જાણ કરતા જ રાજકોટ LCB, જસદણ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જો કે સ્થળ પર પહોંચતા મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેના કારણે મૃતદેહની ઓળખ કરવુ ખૂબ જ મુશ્કેલ બની ગયુ છે. ત્યારે હાલ જસદણ પોલીસ અને રાજકોટ LCB મૃતદેહની ઓળખ અંગેની તપાસ કરી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
