Junagadh: જુનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ શિખર વિવાદ વધુ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
ગિરનાર વિવાદને લઇને સાધુ-સંતો પણ મેદાનમાં ઉતર્યા છે અને આ અપમાનને સનાતનનું અપમાન ગણાવ્યું છે. બીજી તરફ સમગ્ર મુદ્દે સમાધાનના સૂર પણ ઉઠ્યા છે. પરંતુ હવે જ્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ત્યારે સમગ્ર મુદ્દાની તલસ્પર્શી તપાસ માટે ભવનાથ પોલીસ મંદિર ખાતે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
આ તરફ જૈન સંઘે દત્તાત્રેયની પાદુકા પર નહીં સનાતન ધર્મ પર હુમલો કર્યો તેવુ નિવેદન ખાખી મઢી મેંદરડાના સુખરામ બાપુએ આપ્યુ છે ગિરનાર શિખર પર્વત પર સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે સમગ્ર વિવાદ પ્રત્યે સંતો મહંતો સામે આવીને રોષ પ્રગટ કરી રહ્યા છે. ખાખી મઢીના સુખરામ બાપુએ હુમલાની ઘટનાની વખોડી છે અને છાશવારે થતાં હિંદુ દેવી દેવતાના અપમાન બંધ કરવાની માગ કરી. સાથે જ સનાતન ધર્મના સંતોને વિરોધ નોંધાવવા આહ્વાન કર્યુ.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:48 pm, Mon, 2 October 23