Valsad: વલસાડ જિલ્લામાં હવે વરસાદનું(Rain) જોર તો ઘટ્યું છે, છતાં દમણગંગા(Damanganga)નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદી પર આવેલા મધુબન ડેમમાંથી(Madhuban Dam)પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે થઇ છે.
મધુબન ડેમમાં 17 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ હતી.જેની બાદ મધુબન ડેમના 4 દરવાજા ખોલીને 11,539 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીરની આવક થઇ હતી.
જેથી મધુબન ડેમની સપાટી 71.20 મીટર પહોંચી ગઇ..ત્યારે બીજી તરફ લોકો જીવના જોખમે નદી કિનારે મજા માણવા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા નદી કિનારે વાની મનાઇ કરી હોવા છતા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. સાથે જ કેટલાંક લોકો માછીમારી કરતા પણ જોવા મળ્યા હતા.
નદી કિનારે કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને જીવના જોખમે માછીમારી કરતા હતા સાથે જ કેટલાંક લોકો જોખમી રીતે સેલ્ફી લેવા પહોંચી ગયા હતા.તેમની એક નાનકડી ભૂલ જીવ લઇ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો