માવઠાની માઠી અસર ખેડૂતો પર પડી છે. ત્યારે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર પંથકના ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખેડૂતો કેસર કરીનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
પાક નિષ્ફળ જોવાનો ભય પંથક સ્પષ્ટ જણાય રહ્યો છે અને એટલે જ પંથકના તમામ ગામોના સરપંચ અને આગેવાન ખેડૂતો તાલાલા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન આપ્યું હતું. ખેડૂતોની માંગ છે કે, કેસર કેરીના પાકને વીમામાં સમાવી લેવામાં આવે સાથે જ તાજેતરમાં માવઠાથી થયેલા કેરીના પાકના નુકસાનનો સરવે કરી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે. કમોસમી વરસાદને પગલે કેસર કેરીનો પાક ખરી પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો 25 ટકા જ પાક બચ્યો હતો તેમાં પણ પાણી ઢોળ અને કરા પડતા કેરી બજારમાં આવવી અઘરી છે ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે
ગીરમાં આ વખતે ત્રણ ચાર તબક્કે ફ્લાવરિંગ આવ્યું હતું અને ક્રમશઃ કેરી વિવિધ વાતાવરણના કારણે ખરી પડતી હતી આમ છતાં 25 થી 30 ટકા કેસર કેરી બગીચાઓમાં રહી હતી પરંતુ માવઠું અને સાથે કરા પડતા કેરીના ફળને ટકરાતા કેસર કેરી ખરી અને કાળી પડી ગઈ છે.
ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વાતાવરણે કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. 50 ટકા જેટલો પાક નાક થતાં કેરીના બજાર ભાવ પણ ઊંચા રહેશે. આ વખતે માવઠામાં ભારે પવન જ નહીં, પરંતુ કરાં પણ પડા છે. જેના કારણે આંબા પરના ફ્લાવરિંગને નુકસાન થયુ છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે મોર ખરી પડ્યા છે. નાની કેરી પણ ખરી ગઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…