Gujarati Video : નવા સંસદ ભવનના ઉદ્દઘાટનને લઈને ચાલી રહેલા વિવાદ મુદ્દે વિપક્ષ પર વરસ્યા હર્ષ સંઘવી, કહ્યુ કોંગ્રેસે હંમેશા વિકાસના કામમાં રોડા નાખવાનુ કામ કર્યુ

Surat: નવા સંસદ ભવનના ઉદ્દઘાટનને લઈને શરૂ થયેલા વિવાદ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યુ, કોંગ્રેસ હંમેશા વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ કરે છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આ વિકાસ વિરોધીઓને પ્રજાએ ઓળખવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 5:38 PM

Surat: 28મી મે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્દઘાટન કરવા જઈ રહ્યા છે. આ દિવસે વીર સાવકકર જયંતિ પણ છે. ત્યારે આ ઉદ્દઘાટન સમારોહને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉદ્દઘાટન સમારોહનો 20 વિપક્ષી પાર્ટી દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન વિપક્ષના એકપણ નેતાની હાજરી વિના જ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હાલ સત્તારૂઢ ભાજપ દ્વારા પણ સમારોહનો વિરોધ કરનારા વિપક્ષને આડેહાથ લેવામાં આવી રહ્યો છે. જેમા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસે હંમેશા વિકાસના કામમાં રોડા નાખવાનુ કામ કર્યુ.

સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં હાજર આપવા આવેલા હર્ષ સંઘવીએ નવા સંસદ ભવનના ઉદ્દઘાટનને લઈને સર્જાયેલા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. હર્ષ સંઘવીઓ આરોપ લગાવ્યો કે દેશમાં કોઈપણ વિકાસનું કામ થાય કોંગ્રેસ હંમેશા વિરોધ કરવાની રાજનીતિ કરે છે. હર્ષ સંઘવીએ પ્રહાર કર્યો તે વિકાસ વિરોધીઓને પ્રજાએ ઓળખવાની જરૂર છે અને આવા લોકોને યોગ્ય જવાબ આપવો પડશે.

આ પણ વાંચો: Gujarati Video : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરનારની CM ભૂપેન્દ્ર પટેલે કરી નિંદા, કહ્યુ- આ લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો

આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા સંસદ ભવનના પીએમ મોદી દ્વારા ઉદ્દઘાટનનો વિરોધ કરનારી વિપક્ષી પાર્ટીઓની નીંદા કરી છે. તેમણે કહ્યુ કે નવનિર્મીત સંસદનુ લોકાર્પણ એ ગૌરવપૂર્ણ બાબત છે. વિપક્ષી દળોના વિરોધનો નિર્ણય નીંદનીય છે, અપમાનજનક છે અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. વિપક્ષોના બહિષ્કારની આ પહેલી ઘટના નથી. વિપક્ષે અગાઉ પણ સંસદીય નિયમો અને સંસદનો બહિષ્કાર કરેલો છે. આ પહેલા GST વિશેષ સત્રનો પણ બહિષ્કાર કર્યો હતો. આ તેમનું આત્મઘાતી પગલું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">