Gujarati Video: આંબેડકર યુનિવર્સિટીમાં SI કોર્સના વિવાદનો આવ્યો અંત, RMCની ભરતીમાં અરજદારોની અરજી હાલ પુરતી માન્ય રખાશે

| Edited By: | Updated on: Feb 09, 2023 | 7:29 PM

Rajkot: રાજકોટમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં SI કોર્સના વિવાદનો અંત આવ્યો છે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સેનેટરી ઈન્સપેક્ટરનો કોર્સ કરનાર અરજદારની અરજી મનપાની ભરતીમાં માન્ય રખાશે. આ અંગે મનપાના ડેપ્યુટી કમિશર આશિષકુમારે સ્પષ્ટતા કરી છે.

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ કરનાર અરજદારની અરજી મનપાની ભરતીમાં માન્ય રખાશે. આ મોટું નિવેદન આપ્યું છે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર આશિષકુમારે. મનપાની સ્પષ્ટતા બાદ હવે 7 હજાર 500 ઉમેદવારોના જીવમાં જીવ આવ્યો છે. આશિષકુમારે વધુમાં કહ્યું કે મનપાએ યુનિવર્સિટી પાસે લેખિતમાં માહિતી માગી છે. આ કોર્ષ UGC નિયમોને આધારે કરાવવામાં આવ્યો છે કે કેમ અને આવી ભરતી પ્રક્રિયામાં આ કોર્સ માન્ય છે કે નહીં તે અંગે ખુલાસો મંગાયો છે.

આગામી દિવસોમાં અરજદારોને સમાવવા કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે કેટલાક અહેવાલોને લઇને બાબાસાહેબ આંબેકડર યુનિવર્સિટીમાં સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ કરનાર ઉમેદવારોની યોગ્યતા અંગે સવાલ ઉભા થયા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી થવાની હતી. જેમા બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી જે ઉમેદવારોએ સેનેટરી ઈન્સપેક્ટરનો કોર્સ કરેલો છે તેઓને સમાવવા કે નહીં તે અંગે દ્વીધા ચાલી રહી હતી.

જેમા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આશિષકુમારે જણાવ્યુ કે SIનો કોર્સ આંબેડકર યુનિવર્સિટીમાંથી કર્યો હશે તે ઉમેદવારોની અરજી પણ હાલના તબક્ક સ્વીકારવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટીને પત્ર પાઠવીને આ અંગેની સ્પષ્ટતા પૂછવામાં આવી છે. આ કોર્સમાં યુજીસીના નિયમોનું પાલન કરાયુ છે કે કેમ તે અંગેની માહિતી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video: રાજકોટવાસીઓ પર લદાયો વધુ એક વેરાનો બોજ, પાણીવેરો 800થી વધારી 1500 રૂપિયા કરાયો

બીજી તરફ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે પણ આ વિગતો મગાવવામાં આવી છે. યુજીસીનું પાલન થયુ હોય તો આ ઉમેદવારોને ભરતીમાં સમાવવા કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ