Gujarati Video: રાજકોટમાં બાલાજી મંદિરને લઇને ફરી વિવાદ, શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિરોધ

|

Apr 24, 2023 | 5:13 PM

Rajkot News : સ્થાનિકોનો આરોપ છે કે જે તે સમયે રાજ્ય સરકારે બાલાજી મંદિરને શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યની હતો. જોકે શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે.

રાજકોટમાં ફરી એકવાર બાલાજી મંદિરને લઇને વિવાદ સર્જાયો છે. વિવાદ સર્જાવા પાછળનું કારણ મંદિર સંચાલકો દ્વારા ગેરકાયદે કરવામાં આવેલું બાંધકામ અને હેતુફેરનો આરોપ છે. સ્થાનિકોનો આરોપ છે કે જે તે સમયે રાજ્ય સરકારે બાલાજી મંદિરને શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યની હતો. જોકે શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે અને સ્કૂલ તૈયાર હોવા છતાં શરૂ નથી કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે 12 શરતોને આધીન મંદિર સંચાલકોને જગ્યા સોંપી હતી. જેનો ઉલ્લઘન થતો હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો-PM Caresમાં આ સરકારી કંપનીઓએ આપ્યુ સૌથી વધારે યોગદાન, જાણો અત્યાર સુધી કેટલુ મળ્યુ ફંડ

સ્થાનિકોની લાગણી એટલી હદે દુભાઇ છે કે હવે તેઓ ન્યાય માટે સરકાર સામે આજીજી કરી રહ્યા છે અને સમગ્ર મામલે સરકાર દરમિયાનગીરી કરે તેવી માગ કરી રહ્યા છે. જો એક સપ્તાહમાં આ વિવાદનો અંત લાવવામાં નહીં આવે તો સ્થાનિકો આત્મવિલોપન કરવા સુધીની તૈયારી દર્શાવી રહ્યા છે.

સમગ્ર મામલાની ગંભીરતા જોતા TV9એ મંદિરના સંચાલકોનો સંપર્ક કર્યો હતો, તો કોઇએ કેમેરા સામે કઇપણ કહેવાનો ઇન્કાર કર્યો. જોકે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ કેમેરા સામે આવવાની હિંતમ તો કરી, પરંતુ તેઓને આ વિવાદ અંગે કોઇપણ પ્રકારની માહિતી નહીં હોવાનો દાવો કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.

ઉલ્લેખનીય છે કે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલું બાલાજી મંદિર 20 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું હતું. જોકે રાજ્ય સરકારે 13 હજાર ચોરસ મીટર જગ્યા શૈક્ષણિક હેતુ માટે શરતોને આધીન આપી હતી. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓરડા તોડીને મંદિર પરિસર મોટું કરી દેવાતા વિવાદ સર્જાયો છે, ત્યારે મંદિરથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video