Gujarati Video: અમદાવાદ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં કોંગ્રેસે લગાવ્યો ગેરરીતિનો આરોપ

| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:52 PM

Ahmedabad: અમદાવાદ મહાનગર પાલિકાની સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે ગેરરીતિ આચરનારા સામે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 મુજબ કાર્યવાહી કરવાની માગ કરી છે.

Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં ગેરરિતી થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું, પરીક્ષામાં હોલ ટિકિટ, પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનો નંબર અલગ હતો. સવારે સાડા દસ વાગ્યે શરૂ થનાર પરીક્ષામાં ઉત્તરવહી આપ્યા પછી 40 મિનિટ મોડી લેવાઇ હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પરીક્ષાના CCTV ફુટેજ અને હાલ પૂરતું પરીક્ષાનું પરિણામ સ્થગિત કરવાની માંગ કરી હતી અને જવાબદારો સામે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, 2023ના કાયદા મુજબ કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad Breaking : મિલકત વેરો નહીં ભરનાર સામે મનપાની લાલ આંખ, AMCએ 615 મિલકતોની હરાજી પ્રક્રિયા હાથ ધરી, જૂઓ Video

પેપરો ફુટવાની ઘટના કાળી લીટી સમાન- હેમાંગ રાવલ, કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યુ કે ગુજરાતમાં પેપર ફુટવાની ઘટનાઓ કાળી લીટી સમાન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં તલાટી, જિલ્લા પંચાયત, જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓના પેપર ફુટ્યા છે અને દર વખતે કહેવામાં આવ્યુ છે કે એકપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ જ સુધી કોઈ મોટા માથાનો વાળ પણ વાંકો થયો નથી

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો