Gujarati Video : સુરતમાં યુવતી સાથે નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ, ફરિયાદ નોંધી તપાસ શરૂ

| Edited By: | Updated on: May 16, 2023 | 9:23 AM

અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી. આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી. દિલીપએ યુવતીને બે ત્રણ જગ્યા પણ બતાવી હતી. પરંતુ યુવતીને તે જગ્યા પસંદ આવી ન હતી.

સુરતમાં(Surat)  અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી પિતાના ગેરેજ માટે જમીનની શોધમાં હતી. ત્યારે તેના સંપર્કમાં આવેલા બે જમીન દલાલોએ તેની મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો હતો. યુવતીને જમીન સાથે નોકરી(Job)  અપાવવાની પણ લાલચ આપી હતી. બાદમાં જમીન દલાલે યુવતીને વીઆઈપી રોડ સંગીની સર્કલ બોલાવી હતી. ત્યાંથી યુવતીને કારમાં બેસાડી બંને જમીન દલાલ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝામાં આવેલા રૂમમાં લઈ ગયા હતા.

વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી બંને માંથી એકની ધરપકડ કરી

આ અગાઉથી કરેલા પ્લાનીંગ મુજબ જમીન દલાલે રૂમમાં યુવતીને નશાયુક્ત કોલ્ડ્રીક્સ પીવડાવીયા બાદ શારીરિક અડપલા કર્યા હતા.અને જમીન દલાલના મિત્રએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ આ અંગે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી બંને માંથી એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી. આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી. દિલીપએ યુવતીને બે ત્રણ જગ્યા પણ બતાવી હતી. પરંતુ યુવતીને તે જગ્યા પસંદ આવી ન હતી.

આ દરમ્યાન ફેબ્રુઆરી માસના પહેલા સપ્તાહમાં દિલીપે યુવતીને નોકરી અપાવાને બહાને જમીનનું મોટાપાયે કામકાજ કરતા અજય દિવાન નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો. અજય નોકરીની સાથે ગેરેજ માટે જમીન પણ અપાવશે કહી સંગીની સર્કલ પાસે બોલાવી હતી. ત્યાંથી દીલીપ યુવતીને તેની કિયા સેલ્ટોસ કારમાં બેસાડી એરપોર્ટની સામે આવેલ રાજહંસ બેલીઝાના રૂમમાં લઈ ગયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 16, 2023 09:08 AM