Gujarati Video : રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી સામે કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ

Gujarati Video : રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી સામે કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ

| Edited By: | Updated on: Jun 10, 2023 | 9:51 AM

આણંદના વિદ્યાનગરમાં રહેતા અને સ્વ હરિપ્રસાદ સ્વામીનાં પર્સનલ આસિસ્ટન્ટ રહી ચૂકેલા પવિત્ર જાની નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અલગ અલગ કર્મચારીઓના ભૂતિયા બેંક ખાતા ખોલાવી તેમાંથી રોકડ રૂપિયા ઉપાડી લઇ ઉચાપત આચરી હોવાની ફરિયાદ કરી છે.

Rajkot : રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી(Tyagvallabh Swami)  સામે કરોડોની ઉચાપતની(Fraud)  ફરિયાદ નોંધાઈ છે.જેમાં આત્મીય ટ્રસ્ટ સાથે 33.26 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. ત્યાગવલ્લભ સ્વામી સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણા સામે ફરિયાદ નોંધવામાં આવી છે . જેમાં હરિપ્રસાદ સ્વામીના પીએ રહી ચૂકેલા પવિત્ર જાનીએ ફરિયાદ નોંધાવી છે. કર્મચારીઓના બેનામી બેંક ખાતા ખોલી કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

અલગ અલગ કર્મચારીઓના ભૂતિયા બેંક ખાતા ખોલાવી તેમાંથી રોકડ રૂપિયા ઉપાડી લીધી