Gujarati video: સામાન્ય ઘરના વ્યક્તિને GEBએ ફટકાર્યું લાખો રૂપિયાનું બિલ, પરિવાર સર્યો ચિંતામાં, જાણો અધિકારીઓએ શું કહ્યું?

|

Mar 31, 2023 | 9:25 PM

જીગ્નેશ કુંભાણીનું બિલ 2 હજારથી 2500 રૂપિયા સુધીનું આવતું હતું અને અચાનક આટલો મોટો આંકડો જોઈને ઘરના સૌ લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. લાખો રૂપિયામાં બિલ આવતા સામાન્ય પરિવાર ગભરાઈ ગયો હતો.

જીઇબી (ગુજરાત ઇલેક્ટ્રિક સિટી બોર્ડ) વધુ એક વાર તેના છબરડાને કારણે વિવાદનો ભોગ બની છે.  ઘટના એવી છે કે સુરતના અડાજણમાં રહેતા સામાન્ય ઘરના જીગ્નેશ કુંભાણીના ઘરનું લાઈટ બિલ 2.79 લાખનું વીજળીનું બિલ આવ્યું હતું.

આટલો મોટો આંકડો જોઈને પરિવાર મૂકાયો ચિંતામાં

આટલું મોટું અધધ બિલ આવતા જીગ્નેશ કુંભાણી તો ગભરાઈ ગયો હતો. જીગ્નેશ કુંભાણીનું બિલ 2 હજારથી 2500 રૂપિયા સુધીનું આવતું હતું અને અચાનક આટલો મોટો આંકડો જોઈને ઘરના સૌ લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. લાખો રૂપિયામાં બિલ આવતા સામાન્ય પરિવાર ગભરાઈ ગયો હતો.

આ પણ વાંચો:  Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

અધિકારીઓની તાનાશાહી, કહ્યું બિલ તો ભરવું જ પડશે

જોકે સમગ્ર ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીઈબીના કોઈ કર્મચારીની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની હતી.  વળી જ્યારે જીગ્નેશભાઈ રજૂઆત કરવા ગયા ત્યારે GEB ના અધિકારીએ દમદાટી આપતા કહ્યું હતું કે આ બિલ તો કોઈ પણ સંજોગોમાં ભરવું જ પડશે. આમ GEBના વાંકે અત્યારે એક સામાન્ય પરિવાર ટેન્શનમાં મૂકાયો છે.

 

લાખો રૂપિયાનું લાઈટ બિલ મેળવનાર જીગ્નેશ ભાઈ ફુફાણીએ જણાવ્યું હતું કે હું સામાન્ય હીરા દલાલી નો વેપાર કરું છું. મહિને પંદરથી વીસ હજાર એવરેજ કમાઉ છું. દર વખતે હું 1,500 થી 2500 ની વચ્ચે લાઈટ બિલ આવે છે તે મુજબ હું ભરી શકું છું. ગત વખતે પણ 1394 લાઈટ બિલ હતું અને મેં 1400 રૂપિયા ભરી દીધું હતું. પરંતુ આ વખતે અચાનક જ ₹2,79,000 જેટલું લાઈટ બિલ લાવતા હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. મેં અને મારા સાથી મિત્રએ બિલમાં ક્યાંક ભૂલ હોવાની વાત DGVCL ને ફોન કરી રજૂઆત કરી હતી. પરંતુ ત્યારે તેમણે એમ જ કહ્યું કે બિલ તો તમારે ભરવું જ પડશે.

રામનવમીની રજા હોવાથી તેમનું નવું બિલ જનરેટ થયું

જેથી હું ખૂબ જ ચિંતામાં મુકાયો હતો અને મારા મિત્ર પાસે મેં બિલ ભરી દેવા માટે બે લાખ રૂપિયા માંગ્યા પણ હતા. વેપારીને આપવામાં આવેલા લાખો રૂપિયાના બિલ અંગે ડીજીવીસીએલના અધિકારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે અડાજણ ઝોનના વીજ અધિકારી ગામીત સાહેબ જણાવ્યું હતું કે જીગ્નેશ ભાઈ ને જે બિલ આપવામાં આવ્યું છે તેમાં રીડિંગ વખતે ટાઈપીંગ મિસ્ટેક થઈ ગઈ છે. ઘણી વખત રીડિંગ લેવા જતા કર્મચારી દ્વારા ભૂલથી આંકડાની ફેરબદલ થઈ જાય છે. અમે જીગ્નેશ ભાઈ ને કહ્યું છે કે તમારું બિલ નવું જનરેટ થઈને આપવામાં આવશે. ગઈકાલે રામનવમીને કારણે રજા હોવાથી તેમનું નવું બિલ જનરેટ નહોતું કરી શકાયું. પરંતુ આજે તેમનું બિલ જનરેટ થઈ ગયું છે અને તેમને પહોંચાડી પણ દેવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:34 pm, Fri, 31 March 23

Next Video