Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સ્થિર, હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન
કે.ડી. હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા અનુજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી. જે બાદ સવારે તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફત મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર શરૂ થયા પછી હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા અનુજ પટેલની સારવાર ચાલી રહી છે. અનુજ પટેલને ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ અનુજ પટેલની તબિયત સ્થિર છે.
નિષ્ણાત તબીબો દ્વારા અનુજનું ઓપરેશન કરવામાં આવ્યું
અનુજ પટેલને રવિવારે બપોરે બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક વૈષ્ણોદેવી સર્કલ પાસેની કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કે.ડી. હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી. જે બાદ સવારે તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફત મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લીધી મુલાકાત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પુત્ર અનુજની સાથે મુંબઇ ગયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સવારે કે.ડી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને અનુજ પટેલના ખબરઅંતર પૂછ્યા હતા. પુત્રની નાદુરસ્ત તબિયતને કારણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી શક્યા નહોતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ એન્જિનિયર છે. મહત્વનુ છે તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ સાથે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતા ભૂપેન્દ્ર પટેલની જેમ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. હાલ અનુજ પટેલની તબિયત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…