Gujarati Video : અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:06 AM

અમરેલીમાં ચોમાસાના આગમન પછી સારો એવો વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ગીર વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફલો થયો છે.

Amreli : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023 )જમાવટ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ચોમાસાના આગમન પછી સારો એવો વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ગીર વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફલો થયો છે. ધારીના જીરા, ગઢીયાપાતળા, રામપુર, નાગધ્રામાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે પાણીની સારી આવકથી એક જ દિવસમાં લાખાપાદર ડેમ છલકાયો છે. અમરેલી જિલ્લાના અન્ય ડેમોમાં પણ પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Banaskantha : અમદાવાદ-આબૂરોડ હાઈ-વે પર ખાડારાજ, વાહનચાલકોને હાલાકી

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો