મુંબઈ ને ગુજરાત સાથે જોડતા અને ભરૂચના કપાસને મુંબઈ સુધી રવાના કરવાના મહત્વના માર્ગ ઉપર સૈકા પૂર્વે બનાવવામાં આવેલા તે સમયના ભૃગુકચ્છ અને બ્રોચ(BROACH) તરીકે ઓળખાતા ભરૂચ(Bharuch)ના ઐતિહાસિક રેલવે સ્ટેશનને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચ ખાતે મુસાફરો માટે નવી અને આધુનિક સુવિધાઓ ઉભી કરાશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણ પાછળ 3400 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi) વર્ચ્યુલી ખાતમુહૂર્ત કરશે.
ભરૂચમાં પૈરાણિકથી આધુનિક યુગ તરફ ડગ માંડનાર સૈકા જુના રેલવે સ્ટેશનનું આગામી 6 ઓગસ્ટ 2023ના રોજ રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમહુર્ત કરવામાં આવશે. ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) હેઠળ કરોડોના ખર્ચે આધુનીક ઓપ આપવામાં આવશે. તારીખ 6 ઓગષ્ટે પ્રધાનમંત્રી નવિનીકરણની કરમગીરી માટે વર્ચ્યુલ ભૂમિપૂજન કરશે.નવી સગવડોમાં ભરૂચને બે હિસ્સામાં વહેંચતા EAST અને WEST પ્રવેશદ્વાર નિર્માણનો મહત્વનો નિર્ણયનો સમાવશે કરવામાં આવશે.
ભરૂચ રેલ્વે સ્ટેશન અંગ્રેજોના સમયમાં અસ્તિત્વમાં આવ્યુ હતુ.આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલ્વે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે.જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વરનો પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 ઓગષ્ટે રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. આ પ્રોજેક્ટમાં વડોદરા ડિવિઝનના ભરૂચ, કરજણ, વિશ્વામિત્રી સહિત ૬ સ્ટેશનનો સમાવેશ થાય છે.
ભરૂચ સ્ટેશનની ઈસ્ટ અને વેસ્ટ એન્ટ્રી, ભવ્ય વેઇટિંગ રૂમ સાથેએલિવેટર, એસ્કેલેટર, એસી વેઈટીંગ રૂમ અને દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા સહહડા સુધી અનેક આકર્ષણો જોવા મળશે.ફૂટઓવર બ્રિજ સહિતના અન્ય નવા આકર્ષણો નવા સ્ટેશનમાં આગામી ઉપયોગી બનશે.
ભરૂચ સ્ટેશનના નવિનીકરણને લઈ વડોદરા રેલવે ડિવિઝનના નલિન ગુપ્તા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ કલેકટર તુષાર સુમેરાઅને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ બેઠક યોજી આગામી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચાવિચારણા કરી હતી.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આગામી 6 ઓગસ્ટના રોજ દેશના 500 થી વધુ રેલવે સ્ટેશનોના રીનોવેશનના ખાતમુહૂર્તનો PM Narendra Modi ના હસ્તે એકસાથે કાર્યક્રમ યોજાશે જે વર્ચ્યુઅલ હશે.ભરૂચ જિલ્લાના બે રેલવે સ્ટેશનનો પણ આ અવસરે નવીનીકરણ કરવામાં આવશે.
Published On - 4:42 pm, Thu, 3 August 23