Gujarati Video : રાજુલામાં સતત બીજા દિવસે આખલાઓ જાહેરમાં બાખડ્યા, 20 મીનિટ સુધી વિસ્તારને બાનમાં લીધો

Gujarati Video : રાજુલામાં સતત બીજા દિવસે આખલાઓ જાહેરમાં બાખડ્યા, 20 મીનિટ સુધી વિસ્તારને બાનમાં લીધો

| Edited By: | Updated on: Mar 22, 2023 | 1:03 PM

Amreli News : રાજુલાના તાલુકા પંચાયત પાસે બે આખલા બેફામ રીતે એકબીજા પર આક્રમણ કરતા જોવા મળ્યા હતા. જે પછી આખલાઓએ એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારને બાનમા લીધું હતુ.

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા સતત બીજા દિવસે આખલાઓનું બેફામ દંગલ જોવા મળ્યુ. રાજુલા નગરપાલિકા વિસ્તારમાં આખલાઓનું રાજ હોય તેવી સ્થિતિનું નિર્માણ હાલ થયુ છે. રાજુલાના તાલુકા પંચાયત પાસે બે આખલા બેફામ રીતે એકબીજા પર આક્રમણ કરતા જોવા મળ્યા હતા. જે પછી આખલાઓએ એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારને બાનમા લીધું હતુ.

તાલુકા પંચાયત પાસેથી બાખડતા બાખડતા એસ.ટી.બસ સ્ટેન્ડમાં ઘૂસ્યા હતા. જે પછી આખલાઓ વાહન ચાલકોને લોકોને ઇજાના ન પહોચાડે તે માટે ટ્રેક્ટર ચાલક વચ્ચે પડ્યો હતો. બંને આખલા વચ્ચે ટ્રેક્ટર નાખી દોડાવી છુટા પડાવ્યા હતા, તેમ છતાં આખલા આક્રમણ રીતે બાખડતા જોવા મળ્યા હતા. આ ભયાનક અફરા તફરીના દ્રશ્યો 20 મિનિટ કરતા વધુ સમય સુધી જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે ગઇકાલે પણ બે આખલાઓએ જાહેરમાં એવો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાજુલાના કૌશિકનગરમાં બે આખલાઓ બાખડ્યા હતા. બંને આખલાઓએ અડધો કલાક સુધી આખા વિસ્તારને રીતસર બાનમાં લીધો હતો.

જાહેર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સતત વકરી રહી છે. રખડતા ઢોરે અડફેટે લેતા અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઇ રહ્યા છે. તેમ છતાં તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે, ત્યારે રખડતી રંજાડની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકોની માગ છે.

Published on: Mar 22, 2023 01:00 PM