Gujarati Video : દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

|

May 23, 2023 | 6:45 AM

જેમાં દાહોદ રોડ, દેસાઇ વાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો પર તવાઇ બોલાવાઇ રહી છે.મહત્વપૂર્ણ છે કે દાહોદમાં મનસ્વી રીતે દબાણો દૂર કરાતા હોવાની હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.

દાહોદ(Dahod)શહેરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.હાલમાં સ્માર્ટ સિટી(Smart City) અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહીનો સાતમો તબક્કો ચાલી રહ્યો છે.જેમાં દાહોદ રોડ, દેસાઇ વાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો પર તવાઇ બોલાવાઇ રહી છે.મહત્વપૂર્ણ છે કે દાહોદમાં મનસ્વી રીતે દબાણો દૂર કરાતા હોવાની હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.

દબાણ હટાવવાની કામગીરીથી વેપારીઓ નારાજ

તો બીજી તરફ દબાણ હટાવવાની કામગીરીથી વેપારીઓ નારાજ થયા છે. વેપારીઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી તેમને બે મહિનાનો સમય આપવા માગ કરી હતી પણ તંત્રએ વેપારીઓને નોટિસ આપી તાત્કાલિક દબાણ તોડી પાડ્યાં છે. જેને લઇ વેપારીઓમાં નારાજગી વ્યાપી છે. ગઈ કાલે પણ પોલીસ બંદોસ્ત સાથે દાહોદમાં ડિમોલિશન કરાયુ હતુ.

 

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video