Gujarati Video : સુરતમાં 150 વેપારી સાથે બિલ્ડરે કરી કરોડો રુપિયાની ઠગાઇ, નાણા વ્યાજ સહિત પરત કરવા કરી માગ

|

Mar 27, 2023 | 1:57 PM

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં 2015માં સ્વસ્તિક ટેક્સટાઈલ માર્કેટ નામનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. જેનું બાંધકામ શરૂ કરી 100થી વધુ ટેક્સટાઈલના વેપારીઓએ દુકાનો બુક કરાવી હતી. માર્કેટનું કામ 2018 સુધીમા પૂરું થવાની બિલ્ડરોએ વેપારીઓને બાંહેધરી આપી હતી.

સુરતમાં એક બાદ એક બિલ્ડરોની ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં 2015માં સ્વસ્તિક ટેક્સટાઈલ માર્કેટ નામનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. જેનું બાંધકામ શરૂ કરી 100થી વધુ ટેક્સટાઈલના વેપારીઓએ દુકાનો બુક કરાવી હતી. માર્કેટનું કામ 2018 સુધીમા પૂરું થવાની બિલ્ડરોએ વેપારીઓને બાંહેધરી આપી હતી. પરંતુ 2018ને બદલે આજદીન સુધી દુકાનોનું કામ પુરુ કરાયું નથી.

આ પણ વાંચો : Surat: 9 વર્ષના બે માસૂમ સાથે નરાધમ શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શિક્ષક મહોમ્મદ મુદબ્બીરની પોલીસે કરી ધરપકડ

જેથી 200 કરોડથી વધુનું રોકાણ કરનારા 100થી વધુ વેપારીઓએ બિલ્ડર સાથે મિટિંગ યોજી હતી. જેમા દુકાનના આપેલા નાણા વ્યાજ સહિત પરત આપવા માગ કરી હતી. અને જો પૈસા નહીં મળે તો ક્ન્ઝ્યુમર કોર્ટ, રેરા અને પોલીસમાં ફરિયાદ કરવાની વેપારીઓએ ચિમકી આપી હતી.

સુરતમાં યાર્નના વેપારી સાથે 14થી વધુ લાખની ઠગાઈ

આ અગાઉ સુરતમાં યાર્નના વેપારી સાથે છેતરપિંડી કરનારો આરોપી આખરે 18 વર્ષ બાદ સુરત પોલીસના હાથે ઝડપાયો હતો. આરોપીએ યાર્નના વેપારી સાથે 14 લાખથી વધુની કિંમતનું યાર્ન ખરીદી નાણાં ચુકવ્યા વિના જ ઉઠમણુ કર્યુ હતુ. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો અને અન્ય રાજ્યોમાં નાસતો ફરતો હતો. આ આરોપી 18 વર્ષ બાદ પીસીબી પોલીસના હાથે વલસાડથી ઝડપાયો હતો. આરોપી પોલીસથી બચવા પોતાની સાચી ઓળખ છુપાવી વલસાડમાં ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો.

Next Video